Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છ જિલ્લાની 81 ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર

ક્ચ્છ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની પરિપાટી વિકસાવવા માટે આત્મા ગામડાનો સુવિધા શહેરનીનો જે કોન્સેપ્ટ આપ્યો છે તેને આપણે સાકાર કરવાનો છે.સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના  હસ્તે કરાયું ઈ-લોકાર્
કચ્છ જિલ્લાની 81 ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર
ક્ચ્છ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની પરિપાટી વિકસાવવા માટે આત્મા ગામડાનો સુવિધા શહેરનીનો જે કોન્સેપ્ટ આપ્યો છે તેને આપણે સાકાર કરવાનો છે.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના  હસ્તે કરાયું ઈ-લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની વિવિધ ૮૧ ગ્રામ પંચાયતોના નવીનીકરણ પામેલા પંચાયત ઘરોના લોકાર્પણ અને નવી બનનારી ૪૩ આંગણવાડીઓના ઈ-લોકાર્પણ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. રૂપિયા ૧૪.૨૩ કરોડના કુલ ખર્ચે આ પંચાયત ભવનો નિર્માણ થયા છે. સાથે જ ૩.૫ કરોડના ખર્ચે ૪૩ આંગણવાડીઓ બનાવવામાં આવશે. એટલું જ નહીં કચ્છ જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશનને ચરિતાર્થ કરતા ૨૩ ગામોમાં રૂપિયા ૪૬ લાખના ખર્ચે ઇ રીક્ષા પણ અર્પણ કરવામાં આવી હતી.
છેવાડાના ગ્રામીણ લોકોને સરકારી યોજનાનો લાભ મળશે 
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,છેવાડાના ગ્રામીણ લોકોને પણ ઘર આંગણે સરકારી યોજનાના લાભો મળી રહે તે માટે ૧૪,૦૦૦થી વધુ ગામોમાં ઇ-ગ્રામ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આવકના દાખલા, રાશનકાર્ડમાં સુધારા-વધારા જેવી અગત્યની 321 જેટલી સેવાઓ ડિજિટલ માધ્યમથી ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ બનાવી છે.તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે વિકાસકાર્યોના આયોજનોમાં 'બોટમ ટુ ટોપ'ને મહત્વ અપાય છે અને પાયાના એકમનો પહેલા વિચાર કરવામાં આવે છે.
બજેટમાં પંચાયત વિભાગ માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી
પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ વગેરે માટે રાજ્ય સરકારના આ વર્ષના બજેટમાં પંચાયત વિભાગ માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે માત્ર એક જ વર્ષમાં કચ્છમાં નિર્માણ થયેલી ૮૧ગ્રામ પંચાયતોના નવા મકાનોથી જે કહેવું તે કરવુંનો વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર પાર પાડ્યો છે. તેનો પણ ઉલ્લેખ કર્યો.
રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે‌ માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી કટિબદ્ધ છે. તાજેતરના બજેટમાં કચ્છમાં નર્મદા પાણી વિતરણ વ્યવસ્થા હેતુ રૂપિયા ૧૯૭૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોકશાહીનો પાયો પંચાયત છે તેને મજબૂત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. એક વર્ષથી ઓછા સમયગાળામાં ૮૧ ગ્રામ પંચાયત ભવનો તૈયાર થયા તે બદલ પ્રમુખશ્રીએ સરકારની કામગીરી બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે આજરોજ મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પિત ગ્રામ પંચાયતમાં ભચાઉ તાલુકામાં ૧, ગાંધીધામ ૧, અંજાર ૨, મુંદરા ૨, લખપત ૨, માંડવી ૭, ભુજ ૯, રાપર ૧૧, અબડાસા ૨૩, નખત્રાણામાં ૨૩ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે આંગણવાડી કેન્દ્રોમાં ભચાઉ ૨, ગાંધીધામ ૨, અંજાર ૧, મુંદરા ૧, લખપત ૨, માંડવી ૧૫, ભુજ ૮, અબડાસા ૯ અને નખત્રાણામાં ૩નો સમાવેશ થાય છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.